આઝાદી ઝંખતુ નિર્દોષ પક્ષી..

રોજની જેમ જ મારી સવાર પડી.રોજના રૂટીન પ્રમાણે જ મને ક્યાંક થી અલગ અલગ જાતના પક્ષીઓનો કલરવ સંભળાતો હતો….તો ક્યાકથી ધીમો કે હળવો અવાજ થોડા જ અંતરે રહેલો અરબી સમુદ્ર માંવલખાં મારતી લહેરો નો હતો…આ બધાની વચ્ચે પેલા ઉધોગોનો અવાજ પણ ખરોજ…સુર્યની હળવી કિરણો પણ આ શરીર ને આકડકડતી ઠંડી વચ્ચે ગરમી ઠાલવવાનુ કાર્ય કરતી હતી એવામા હુ રોજની જેમ જ પંખી ઓને ચણ નાખવા ગ્યો…. ચબુતરા પર અનાજ નાખતા જ પેલા ઘરના આંગણા માંથી અવાજ આવ્યો….ચીં…ચીં….ચીં… અને હું પણ એને વિસ્મય પુર્વક જોતો જ રહી જાઉં… એ મારી જ રાહ જોતો હોય એમ મારા આવતા જ બોલી ઊઠે .. અને મારા કાન પણ ત્યારે તેને સાંભળ્યા સિવાય કશું ન સાંભળતા.એ પોપટ ના બોલતા જ આપણુ કામ આગળ વધે…પણ આજે એના અવાજ માંથી એની સળવળતી ઇચ્છા ઓનો ભાસ થ્યો.આજે એના મંદ અવાજ માંથી જાણે એમ કહેતુ હતુ કે હુ પણ આ જેલ રૂપી પાંજરામાંથી ઊડીને તાર પર તારી રાહ જોંઉ તારા આવતાજ કલબલાટ કરતા બધા પંખીઓની જોડે નીચે આવીને જલ્દી જલ્દી ચણ ચણવા માંડુ.(માનવ or પ્રાણી ની બીકે).
image

Photo source:google

આજે તેની નિસ્તેજ આંખો મને જાણે એમ કહેતી હતી કે હુ આ રોજના એકને એક મોઢા જોયા કરતા ..આકાશ માં ઊડતા ઊડતા તારા જેવા મારા પ્રેમીઓને વિસ્મય પમાડુ.હુ પણ પોતાના બચ્ચાં ઓ સાથે રહુ, તેની માવજત કરુ,તેની ચાંચમા એક એક દાણો મુકીને ખવડાવુ. તેની ધુળ ખાઈ ગયેલી પાંખો આજે મને જાણે એમ કહેતી હતી કે દરરોજ આ પાંખોને હવામા ફફડાવતા, ખુલ્લા આસમાન માં લ્હેર કરાવતા આકાશ મા વિચરુ.(શિકારી ઓથી બચતા).એનો લીલો રંગ જાણે એમ કહેતો હતો કે હુ પણ આ સ્રુષ્ટી ના રંગોમા રંગાઈને મનેય કોઈ જુએ. આ રંગબેરંગી દુનિયામાં હુ પણ પોતાનો રંગ દેખાડુ. તેની ચાંચ એમ કહેતી હતી કે રોજે રોજ એકનુ એક ખાવા કરતા, આજે હુ કોઈ વ્રુક્ષ પર બેસી ને ત્યાના ફળો કે પાન ખાઉં.તેને પણ એમ થાતુ હશે કે રોજે રોજ એકલુ બોલવા કરતા બીજા પંખી ઓ સંગે બોલીને વાતાવરણ સંગીતમય બનાવુ.આજે એ એમ પણ ઈચ્છતુ હતુ કે હુ પણ પોતાના પરિવાર સાથે
માળામા જઈને આ અંધારી રાતમા જીવજંતુઓના ગણ ગણ સાથે શીતળ ઠંડી મા આખો મીંચુ.એવી ઈચ્છાઓ પણ સળવળતી હશે કે હુ આ મારી કુદરતથી મળેલી દેન કે દેહ ને મુક્ત રીતે માણું…..પણ..
એની ઈચ્છાઓ એના મનમા જ સળવળતી જ રહી જશે કે કેદ થયેલી રહેશે એ જ પાંજરામા કેમકે આ માનવી પોતાની થોડી ખુશીઓ માટે આ અબોલ પક્ષીઓની જીંદગી જુટવી લે છે.પોતાના સ્વાર્થ ખાતર તે આ અબોલ પંખીઓની અમુલ્ય જીંદગીને મુલ્ય મા ચુકવી દે છે.પોતાના ઠાઠમાઠને વધારવા કે ઘરની શોભા વધારવા આવા તો સેંકડો અબોલ જીવો ઘરના આંગણામા લટકી રહ્યા છે. કે જેઓ પોતાની જીંદગીને ઝંખે છે,તેને જીવવા માંગે છે, તેને પણ પોતાની એક સ્વતંત્ર જીંદગી છે તેને જીવવા માંગે છે.નહીં કે ફ્કત એક પરિવાર માટે કે કોઈ શોભાના પીંજરા માટે!!

Advertisements

વિચારો, શબ્દો અને પરિવર્તન…

મનરંગી

વિચારો…!!!

આપણી જિંદગી નો એક સર્વ સામાન્ય ભાગ કે જેના વિના આપણે જિંદગી ની કલ્પના પણ ન કરી શકીએ.

આ કલ્પના પણ એ એક વિચાર જ છે ને…

વિચારો આપણા જન્મ જાતથી જ સાથે હોય છે અને જ્યાં સુધી આપણે હયાત રહેવાના ત્યાં સુધી તે આપણો સાથ છોડવાનો નથી. આથી  વિચારો આપણા ખાસ મિત્રો કે અંગતો કે તેનાથી પણ વધુ હોય છે.

વિચારો આપણા મગજ માં ચાલ્યા જ કરે છે, પછી ભલે એ કોઈ પણ અવસ્થામા હોય સિવાય કે ધ્યાન (એવુ સાંભળેલુ).

આપણા વિચારો પરથી જ આપણું વ્યક્તિવ અંકાય છે. 

આથી જેવા વિચારો આપણે કરીશું કે મેળવીશું તેવા જ આપણે થઈશું. 

આમ તો વિચારો ઘણાં પ્રકાર ના હોય છે. પણ સામાન્ય રીતે હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો ..પણ હમણાં તો મારે હકારાત્મક વિચારો વિષે જ વિચારવું છે કેમકે, જેવા આપણા વિચારો તેવા જ તો આપણે થઈશું ને..!

 હકારાત્મક વિચારો મા એક એવી આવડત,કૌશલ્ય કે શક્તિ હોય છે કે તે નકારાત્મક…

View original post 262 more words